T.L.M.
આ એક એવો શબ્દ છે જે સંભાળતા શિક્ષકના મનમાં સૌથી પહેલા બિલનો વિચાર
આવે.મને પણ આ બાબતનો ખ્યાલ છે.પણ એક વિચાર આવ્યો કે શું શિક્ષકની મદદ વિના બાળક
પાઠ ભણી ના શકે? પણ ભાઈ વિચારો તો એકલા કશું કરી શકે નહિ.ભેગો પ્રયત્ન પણ જોડવો
જોઈએ.આઠમાં ધોરણમાં અંગ્રેજીમાં ત્રીજો પાઠ છે
‘A Fireman’s Day’. મને થયું કે ચાલો આજ પાઠ લઈએ. એક
પ્રોજેક્ટ,પ્રવૃત્તિ કે પછી અખતરો તમે જે માનો તે શરુ કર્યો. સ્ટેપ વાઈઝ લખું છું.
૧.એમાં ચાર ગ્રુપ પાડ્યા, દરેક ગ્રુપમાં છ-છ
સભ્યો.
સરસ્વતિ ગ્રુપ |
છત્રપતિ શિવાજી ગ્રુપ |
રાણી લક્ષ્મીબાઈ ગ્રુપ |
ભગતસિંહ ગ્રુપ |
૨. પ્રવૃતિના ત્રણ ભાગ વિદ્યાર્થીને કહેવામાં
આવ્યા.
૧. દરેક વિદ્યાર્થી પાઠ વાંચે અને તેને ન આવડતા
સ્પેલિંગ ડિક્શનરીમાંથી શોધે.
૨.ગ્રુપ ના સભ્યો બધા શબ્દો ભેગા કરે અને
સર્વાનુમતે અઘરા સ્પેલિંગ પસંદ કરે.૩.બધા સભ્યો ભેગા મળીને પાઠનું ભાષાંતર કરે. (જેવું આવડે તેવું શિક્ષક કે બાહ્ય કોઈ સ્ત્રોતની મદદ લેવાની મનાઈ.)
૪.ભાષાંતર પૂરેપૂરું લખાઈ ગયા બાદ શિક્ષકને
બતાવવાનું. શિક્ષક જરૂરી સુધારા કરી આપશે.(શિક્ષકને ખીજાવાની સખત મનાઈ RTE માટે
નહિ પણ બાળમાનસ માટે)
૫.ત્યારબાદ શિક્ષક કાગળો આપશે. (બીલમાં કઈક તો બતાવવું પડશે ને?)
૫.ત્યારબાદ શિક્ષક કાગળો આપશે. (બીલમાં કઈક તો બતાવવું પડશે ને?)
૬. વિદ્યાર્થી એમાં અહેવાલ સ્વરૂપે આપશે. (યાદ રાખજો
અહેવાલ કરતા પ્રવૃત્તિ વધારે જરૂરી છે)
પણ
એક સારી બાબત એ બની કે અમારા C.R.C. શ્રી જયપાલસિંહ જાડેજા એ જ સમયે અમારી મુલાકાત લેવા આવ્યા અને
બાળકોની હાજરીમાં જ તેમને અહેવાલ બતાવ્યા. અને એનાથી બાળકોને ખુબ પ્રોત્સાહન પણ મળ્યું.(
C.R.C. ને ખાસ સલાહ શાળાની મુલાકાત લેતી વખતે ત્યાના બાળકોને જરા મળજો.એક અલગ
જ આનંદ મળશે)
બહુ થોડા સમયમાં અમારા વિદ્યાર્થીઓનો એ અહેવાલ તમને પણ જોવા આપીશ.
કેમ કે તમેય અમારા માટે ખાસ છો !