આવા કળીયુગના વાયરા
વાયા મનીષાબેન,
પરણ્યા વિના કેમ ચાલશે
હો?
તારા મહેંદી મુકેલા
હાથ રે હો,
તું તો લાવે જીજાજીનો
સાથ રે હો.
હવે મેલો રીસામણા
માનો મનીષાબેન
પરણ્યા વિના કેમ ચાલશે
હો?
તારું ઘૂંઘટમાં
મુખડું મલકાય રે,
તારી આંખડીમાં અમૃત
છલકાય રે,
હવે મેલો રીસામણા
માનો મનીષાબેન
પરણ્યા વિના કેમ ચાલશે
હો?
આવા કળીયુગના વાયરા
વાયા મનીષાબેન,
પરણ્યા વિના કેમ ચાલશે
હો?