જીજાજી મારી બેનીને કાંઈ ન કહેશો,
હારે મારી બેનીને કાંઈ ન કહેશો,(2)
ફરવાને જાશે, બગીચામાં જાશે,
મોડું થાય તો રાંધી દેજો.
જીજાજી મારી બેનીને કાંઈ ન કહેશો,
હારે મારી બેનીને કાંઈ ન કહેશો,(2)
ફિલ્મ જોવા જાશે, સીરીયલ જોવા જાશે,
ચા કરી તમે દેજો.
જીજાજી મારી બેનીને કાંઈ ન કહેશો,
હારે મારી બેનીને કાંઈ ન કહેશો,(2)
પચાસ રૂપિયા માગશે, સો રૂપિયા માગશે ,
તેથી વધારે દેજો.
જીજાજી મારી બેનીને કાંઈ ન કહેશો,
હારે મારી બેનીને કાંઈ ન કહેશો,(2)
ક કલમનો ક,ખ ખટારાનો ખ,
ગ ગણપતિનો ગ કેમ થાય?
જીજાજી મારી બેનીને કાંઈ ન કહેશો,
હારે મારી બેનીને કાંઈ ન કહેશો,(2)
એક ચોટલો વાળશું, બે ચોટલા વાળશે,
ત્રીજો ચોટલો વાળી દેજો.
જીજાજી મારી બેનીને કાંઈ ન કહેશો,
હારે મારી બેનીને કાંઈ ન કહેશો,(2)