ગુરુવાર, 21 જુલાઈ, 2011

એક વિનંતી

મિત્રો !
કેમ છો?
આશા રાખું મજામાં હશો.


                              મારું નામ વાળા પ્રતિક છે.હું ઝુંડાળા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક છું.ગયા વરસની પાંચમી જુલાઈએ હું આ નોકરીમાં જોડાયો.આ એક વરસમાં મને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. કોલેજમાં હતો અને ઈંટરનેટ વિષે થોડું જાણતો થયો ત્યારથી મને મારી વેબસાઈટ બનાવવાની ઈચ્છા હતી (પૈસા કમાવા માટે હો!).મારા માટે ગર્વની વાત તો એ છે કે મારી નોકરીમાં જોડાયાના એક વર્ષ પૂરું થતા પહેલા હું મારી સ્કુલની વેબસાઈટ બનાવી શક્યો છું.
                               પણ આ એક વર્ષ માં મને અમુક બાબતો જાણવા મળી જે મને થોડી સુધારવા જેવી લાગી. જેમ કે ઘણા શિક્ષકો એવા હતા જે પોતાના વતનથી દુર નોકરી કરતા હતા. તેઓ બદલી કરવા ઇચ્છતા હતા પણ તેમને અરસ-પરસ (સામ સામે) બદલી કરવા કોણ સામે તૈયાર છે એની માહિતી જ નહોતી. થોડા એવા કિસ્સા પણ જાણવા મળ્યું કે અમુક લોકો આ પ્રક્રિયામાં મસમોટી રકમ પણ ઉઘરાવતા હતા. જાણીને ખુબ દુઃખ થયું પણ ઉપાય કોઈ મળતો નહોતો.
                               સામે વતનથી દુર શિક્ષકો પોતાની ફરજ તો નિભાવતા હતા પણ તેમના હૃદયમાં ક્યાંક પોતાના વતનની યાદ તો ક્યાંક તેની પીડા હતી. તમે અને મે એક પ્રાર્થના ઘણી બધીવાર સાંભળી છે અને ગાઈ પણ છે...
                                 " જીવન અંજલી થાજો,
                                                           મારું જીવન અંજલી થાજો;
                                    ભૂખ્યા કાજે ભોજન બનજો,
                                                           તરસ્યાનું જળ થાજો.
                                                           મારું જીવન અંજલી થાજો."


                            બસ મે પણ આ કાર્ય કરવાનો પ્રયત્ન શરુ કર્યો.મનમાં થયું કે ચાલો અરસ-પરસ બદલી કરવા ઇચ્છતા શિક્ષકોને જ મદદ કરી લઈએ, ભૂખ્યા અને તરસ્યાને મદદ કરનારા તો ઘણા બધા છે. એ જ આશયથી મે મારો આ પ્રયત્ન શરુ કર્યો છે. પરંતુ મારા એકથી આ કાર્ય પૂર્ણ કરવું અશક્ય છે. આના માટે મારે B.R.C. અને  C.R.C. ની મદદની જરૂર છે. આ કાર્યમાં આપણે કે મને કોઈ આર્થિક વળતર નહિ મળે પણ એક એવું વળતર મળશે જે મારી દ્રષ્ટીએ ખુબ મોટું છે અને એ છે દુઆ.
                            મિત્રો તમે ઈચ્છો તો આપની માહિતી પણ મને e-mail થી મોકલી શકો છો. તમારી ઓળખના અન્ય લોકોની માહિતી પણ તેમની અનુમતિથી મોકલી શકો છો. B.R.C. અને C.R.C. એક કરતા વધારે શિક્ષકોની માહિતી એક સાથે બધાના કોન્ટેક નંબર સાથે મોકલી શકે છે અને મારા આ પ્રયત્નને 'સફળતા' કે 'નિષ્ફળતા' બે માંથી કોઈ પણ દિશા આપી શકો છો.




મિત્રો, તમારા મંતવ્યો, સુચનો અને કોમેન્ટ્સ મને આપજો. મારા માટે એ પ્રોત્સાહન રૂપ બનશે અને જો કોમેન્ટ નાં લખવી હોય તો દિલથી એક દુઆ મારા નામે ઈશ્વરના સરનામે મોકલી આપજો.
                                                                                     લિ. સૌનો મિત્ર 
                                                                                       વાળા પ્રતિક