૧. મારે ભણવામાં સૌથી વધારે મહેનત શા માટે કરવી જોઈએ?
કારણ કે, મારે બધાથી હોશિયાર બનવું છે.બધા હરેક બાળકને સૌથી વધુ હોશિયાર બનવાની ભાવના હોય છે.તેને માટે પરિશ્રમ જ મોટો પાયો ગણાય.પરિશ્રમ જ સફળતાનો પાયો છે.જો આપણે પરિશ્રમ ણ કરીએ તો જીવનમાં કાઈ કરી શકતા નથી.અને જો આપણા જીવનમાં મહેનત (પરિશ્રમ) હશે તો જ જીવનમાં કાઈક મેળવી શકીશું.તમે તો જનતા જ હશો કે મહેનત વગર માણસ મહાન કદી બનતો નથી.તે અસંભવ છે.પરીક્ષા માટે વિદ્યાર્થી પાકું કરવા માંડે છે.કારણ કે તેને સફળતા મેળવવી છે.માટે તે મહેનત કરે છે.બાળકને પણ ખબર છે કે મહેનત વગર સફળતા વ્યર્થ છે.
માટે મારે જીવનમાં કઈક મેળવવું છે.કઈક એવું કામ કરવું છે કે જેથી મારું ભાવિ ઉજળું બને તેને માટે મહેનત કરવી જરૂરી છે.
પાયા વિનાનું ચણતર નકામું, વિનય વિનાનું ભણતર નકામું.
વિદ્યાર્થી જીવનમાં વિનય હોવો ખુબ જરૂરી છે. વિનય વિનાનું ભણતર વ્યર્થ ગણાય છે.
શું ન કરવું?
ભણતર જીવનમાં વિદ્યાર્થીએ પોતાના શરીરને સ્વસ્થ - તંદુરસ્ત રાખવું જોઈએ.શરીર નીરોગી, તંદુરસ્ત હોય તો જ વિદ્યાર્થી વિદ્યાભ્યાસમાં સારી રીતે ભણી શકે.શરીરને સ્વસ્થ રાખવા વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારના વ્યસન, કુટેવોથી સાવધાનીપૂર્વક દુર રહેવું જોઈએ.
વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીએ એશ આરામ, સુખનો ત્યાગ કરી પરિશ્રમી બનવું જોઈએ.કહેવાય છે કે વિદ્યાપ્રાપ્તિ અને સુખ એ બે તલવારો એક મ્યાનમાં કદી એક સાથે ણ રહી શકે.જયારે વિદ્યાર્થી મહેનત કરી હોશિયાર બને છે.ત્યારે એનામાં કઈક કરવાની ઉત્સુકતા જાગે છે.એને થાય 'હું એ કરી શકું છું.' એવી ભાવના જાગે.
અસંભવને સંભવ કરી બતાવે એ જ મહેનત.
વૈજ્ઞાનિકો હજારો વાર હાર ખાઈને સફળતા મેળવે છે પણ તે કદી હાર માનતા નથી.તેને આત્મવિશ્વાસ હોય છે કે હું આ કરી જ શકું છું.આવો ભાવ લઈને એ મહેનત ખુબ કરે છે ને સફળતા પ્રાપ્તિ મેળવે છે.
આત્મવિશ્વાસ એ જ સૌથી મોટી શ્રદ્ધા છે.જેનામાં આત્મવિશ્વાસ છે તે માણસ ધારે તે કરી શકે પણ તેને માટે જો પરિશ્રમ ણ હોય તો વ્યર્થ છે, અસંભવ છે.ગાંધીજીને આત્મવિશ્વાસ પોતાના પર ભરોસો હતો કે અંગ્રેજોની ગુલામીમાંથી પોતાનો દેશ છોડાવી સ્વતંત્રતા મેળવી,પણ તેણે ખુબ દુઃખ સહ્યા, ખુબ પરિશ્રમ-મહેનત કરી ત્યારે દેશને સ્વતંત્રતા મળી.
૨. ભણવામાં મહેનત નહિ કરું તો મારું ભવિષ્ય કેવું હશે?
જો હું ભણવામાં મહેનત નહિ કરું,ભણવામાં ધ્યાન નહિ આપું તો મારે આખું જીવન કામ કરતુ રહેવું પડશે.જે મનુષ્ય ભણતો નથી તેની જીન્દગી ધૂળ-ધાણી બની જાશે.મારે ખેતી કામ, બહાર નં કામ ગમે તે રીતે ગધામજૂરી કરીને પૈસા કમાવવા પડશે.ગમે તેવા મોટા દુઃખો સહન કરવા પડશે.એમાં મારે એશ આરામનું નામ મારા જીવનમાંથી ભુંસાઈ જશે.પણ હું આવું કરવા નથી માગતો.
હું મારા દિલના અવાજથી કહું છું કે,"મારે ખુબ ભણીને મોટો શેઠ કે બંગલા-ગાડીનો માલિક નથી બનવું.મારે મારો પરિવાર, ગામડું, નિશાળનું ગૌરવ વધારવું છે.મારે દીન દુખિયાની સેવા કરવી છે. મારે ડોક્ટર નથી બનવું કે દર્દી મારા પગમાં પડીને પ્રણામ કરીને કે મને સાવ સાજો કરી દયો.સુખ દુઃખ આપનાર તો ઉપર બેઠો છે.
હું નહિ ભણું તો મારે તગારા માથે ઉપાડવા પડશે,પાવડા હાથમાં લેવા પડશે.ઉઠ્યાથી સુઈ જવા સુધી અશાંતિ હશે.માટે મારે ભણી-ગણીને મારું જીવન સુખી અને બીજાને સુખ આપવું એટલે મારાથી બનતી સેવા કરીશ.બીજાને મદદગાર બને એવું મારું જીવન બનાવીશ ને બીજાને મદદ કરવાની મારાથી બનતી કોશિશ જરૂર કરીશ.
જો હું નહિ ભણું તો બીજાની મદદ કેવી રીતે કરી શકીશ? માટે હું ભણતરમાં મન લગાવીને ધ્યાન આપીશ.