ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર,
હે મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર,
મેરામણ માઝા ન મુકે ચેલૈયો સતનો ચુકે.(2)
મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા, દીધા કર્ણે દાન,(2)
શિબી રાજાએ જાંઘને કાપી,(2)
ત્યારે મળ્યા ભગવાન.
-
મેરામણo
દધીચી ઋષિને દેવતા યાચે, વાંસાનું કરવા વજર,(2)
હે કુહાડે જેના અંગડા કાપ્યા,(2)
ત્યારે મળ્યા ભગવાન.
-
મેરામણo
શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મેમાન,(2)
હે અવસર આવ્યે પાછા ન પડીએ,(2) કાયા
થાય કુરબાન.
-
મેરામણo