કંકુ છાંટી કંકોતરી મોકલી,
તેમાં
લખિયા છે ચિરાગભાઈના નામ.
અખંડ
સૌભાગ્યવતીo
વીરા તારા દાદા આવ્યા ને માતા આવશે,
વીરા
તારા મોટા બાનો હરખ ન માંય.
અખંડ
સૌભાગ્યવતીo
વીરા તારા કાકા આવ્યા ને કાકી આવશે,
વીરા
તારા ફઈબાનો હરખ ન માંય.
અખંડ
સૌભાગ્યવતીo
વીરા તારા મામા આવ્યા ને મામી આવશે,
વીરા
તારા માસી બાનો હરખ ન માંય.
અખંડ
સૌભાગ્યવતીo
વીરા તારા ભાઈ આવ્યા ને ભાભી આવશે,
વીરા
તારા મોટા બેનનો હરખ ન માંય.
અખંડ
સૌભાગ્યવતીo