સામા ઓરડીયામાં પીતળિયું
ગાડું,
કરનભાઈ પરણે ત્યારે કુટુંબડુ
જાજુ.
રાજ કોયલ બોલેo
સામા ઓરડીયામાં અધમણ
મીઠું,
કરનભાઈ પરણે ત્યારે ઘડીયે
ન દીઠું.
રાજ કોયલ બોલેo
સામા ઓરડીયામાં અધમણ
ખાજાં,
કરનભાઈ પરણે ત્યારે વગડાવો
વાજા.
રાજ કોયલ
બોલેo