બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં,
બેની
મેલ્યો છે સૈયરુનો સાથ,
મેલીને
ચાલ્યા સાસરે.
બેની મેં તમને મિલનબેન વારિયા,
બેની
ન રમજો માંડવા હેઠ,
ધુતારો
ધૂતી ગયો.
એક આવ્યો’તો પરદેશી પોપટો,
એક
લાવ્યો’તો ચુંદડીનો ચુથો,
ધુતારો
ધૂતી ગયો.