લેબલ મનોરંજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મનોરંજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
શનિવાર, 23 માર્ચ, 2013
રવિવાર, 9 ઑક્ટોબર, 2011
Project Work - Bamboo a Wonderful Plant
વિદ્યાર્થીઓએ કરેલા પ્રોજેક્ટ વર્કને એક અલગ સ્વરૂપે રજુ કરીએ છીએ. ગમે તો કેજો.અને ન ગમે તો જરૂર કેજો.
શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011
બાળકની કલ્પનાઓ વિશેની કવિતા
લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
બાળકની
કલ્પનાઓ વિશેની કવિતા
વનવગડે ફરવું ને
જંગલમાં મહાલવું,
કુણા તરણા ખાવાને
હળીમળીને રમવું,
બની જાઉં હરણું તો
દોડવું ગમે,
દોડવું ગમે, મને
દોડવું ગમે.
રહેવું ઘરના છાપરે
કે મંદિરના ગોખમાં,
ચણ ચણ ચણવું ને ગળું
ફુલાવી ફરવું,
બની જાઉં પારેવું તો
ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું
ગમે.
ફૂલડે ફૂલડે ફરવું
ને મસ્તીથી મહાલવું,
આનંદથી ઉડવું ને
બાગ-બગીચે ભમવું,
બની જાઉં ભમરો તો
ગુનગુન કરું,
ગુંજન કરું હું તો
ગુંજન કરું.
બાગ-બગીચે ખીલવું ને
મંદિરમાં ધરવું,
રંગબેરંગી સુંદર
મજાનું,
બની જાઉં ફૂલડું તો
ફોરમવું ગમે,
ફોરમવું ગમે મને
ફોરમવું ગમે.
ફૂલડે ફૂલડે બેસવું
ને આમતેમ ઉડવું,
રંગબેરંગી પાંખો
લઈને નાનું મજાનું,
બની જાઉં પતંગિયું
તો ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું
ગમે.
વનની વનરાઈ કે નદી
કાંઠે ઝાડીમાં,
પીંછા લહેરાવું ને
કળા કરીને નાચું,
બની જાઉં મોરલિયો તો
ટહેકવું ગમે,
ગહેકવું ગમે મને
ગહેકવું ગમે.
પહાડોની વચ્ચે ને
જંગલ કેરી કેડીએ,
ઉપરથી પછડાવું ને
મીઠા સંગીત રેલાવું,
બની જાઉં ઝરણું તો
રેલાવું ગમે,
રેલાવું ગમે મને
રેલાવું ગમે.
ખારા ખારા સાગરમાં
કે નદી-સરવરમાં,
પાણીમાં તરતી ને
આમતેમ ફરતી,
બની જાઉં માછલી તો
તરવું ગમે,
તરવું ગમે મને તરવું
ગમે.
હરિયાળા ખેતરમાં કે
ધરતી પર લહેરાઉં,
મંદ મંદ હવાની શીત
લહેરખી બનીને,
બની જાઉં પવન તો
લહેરાવું ગમે,
લહેરાવું ગમે મને લહેરાવું
ગમે.
કાળી કાળી ઘેરી ઘટા
બનીને છવાય,
માનવ હૈયા જોઈ મન
હરખાય,
બની જાઉં વાદળી તો
વરસવું ગમે,
વરસવું ગમે મને
વરસવું ગમે.
હરિયાળા મેદાનમાં ને
નદીઓની ભેખડ પર,
ગાયો ને ચારવા સીમ
ને જંગલમાં,
બની જાઉં ગોવાળિયો
ને પાવો વગાડું,
પાવો વગાડું હું તો
પાવો વગાડું.
ગોકુળની ગલીઓમાં,
ગોપીઓના સંગમાં,
માખણ ચોરવું ને
બંસરી વગાડું,
બની જાઉં કનૈયો તો
રાસ રમાડું,
રમવું ગમે મને રમવું
ગમે.
બીજમાંથી નીકળું ને
મોટું મોટું થાઉં,
ફળ-ફૂલડાં ને છાંયડો
આપું,
બની જાઉં ઝાડવું તો
વરસાદ લાવું,
વરસાદ લાવું હું તો વરસાદ લાવું.
રોજ સવારે ઊગવું ને
સાંજે આથમવું,
દુનિયાને ઉર્જા ને
ગરમી આપું,
બની જાઉં સુરજ તો
અજવાળવું ગમે,
અજવાળવું ગમે મને અજવાળવું
ગમે.
મારી નિશાળમાં
લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
મારી નિશાળમાં
ટીનાબેન, ટીનાબેન
મારી નિશાળમાં,
આવશો કે નહિ ? આવશો કે નહિ ?
લખવાને પાટી,
વાંચવાને ચોપડી,
આપીશ તમને, આપીશ તમને.
મુન્નાભાઈ,
મુન્નાભાઈ મારી નિશાળમાં,
આવશો કે નહિ ? આવશો કે નહિ ?
ગુજરાતીમાં પાઠ ને
ગણિતમાં દાખલા,
શીખવીશું તમને, શીખવીશું તમને.
ટીનાબેન, ટીનાબેન
મારી નિશાળમાં,
આવશો કે નહિ ? આવશો કે નહિ ?
આકાશ
લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
આકાશ
બે નાની આંખોથી
નજરના પહોંચે,
દુનિયા આખી ઉપર છવાયેલું રહેતું આકાશ.
વહેલી સવારથી સોનેરી
કિરણો પાથરતું,
મધ્યાહને ધરાવાસીઓને દઝાડતું આકાશ.
રંગબેરંગી પંખીઓના
કલરવથી ગુંજતું,
એમ જ જીવન સ્વપ્નને સમજાવતું આકાશ.
કાળી વાદળીઓ જળથી
ભરીને,
પશુપંખી ને માનવ હૈયા લહેરાવતું આકાશ.
રીમઝીમ વરસીને
રોમાંચ જગાડતું,
માદક મહેક પમારાવતું આકાશ.
અષાઢ-શ્રાવણની હેલીઓ
વરસાવતું,
મંદ-મંદ ધારે અમી વરસાવતું આકાશ.
જાણે કે પ્રિયજનનો
સ્પર્શ,
એવો રોમાંચ જગાવતું આકાશ.
સૃષ્ટિના સમગ્ર
જીવોને હરખાવતું,
તો ક્યારેક સૌને તાદાપાવતું આકાશ.
વીજળીના ચમકારથી
ઝગમગતું,
ને વાદળાના ગડગડાટથી ગભરાવતું આકાશ.
ક્યારેક તોફાની
બનીને સર્વનાશ નોતરતું,
ધરાને જાણે ધમરોળતું આકાશ.
ધરતીને આલીંગનમાં
લેવા મથતું,
તોયે સદાયે દુર જ રહેતું આકાશ.
સાત-સાત રંગોની
રંગોળી રચતું,
મેઘ ધનુષથી ખુબ શોભતું આકાશ.
ઉષા-સંધ્યાના રંગોને
ફેલાવતું,
પલપલ અવનવા રંગો બદલાવતું આકાશ.
ક્યારેક અમાસની
કાજળઘેરી રાત,
ને ક્યારેક પૂનમની ચાંદની પથરાવતું આકાશ.
અગણિત તારલાના હીરા
ઝળકાવતું,
દિવસે ચંદ્ર ને રાતે સુરજને છુપાવતું આકાશ.
ક્યારેક જાણે રૂના
ઢગલે ઢગલા,
તો ક્યારેક નિરભ્ર જણાતું આકાશ.
અવનવા આકાશે
સર્જતું,
જોતા જઈએ તેમ વિસ્મય સર્જતું આકાશ.
આમાં ક્યાંક છુપાયો
હશે ઈશ્વર ?
એવો સતત આભાસ કરાવતું આકાશ.
હું તો ચાહું કે
લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
હું તો
ચાહું કે,
ગ્રીષ્મના સંતપ્ત તાપમાં
સૌમ્ય લહેર સમીરની બની,
સર્વત્ર લહેરાઉં...
હું તો ચાહું કે,
ખળખળ હસતી રમતી
નીર વહાવતી નદી બની,
સાગરને મળવા જાઉં...
વળી ચાહું કે,
સમંદરના મોજાઓ વચ્ચે
ડોલતી કુદતી ઉછળતી નાવડી બનીને,
પેલે પાર જાઉં...
હું તો ચાહું કે,
આમ્રકુંજમાં ટહુકતી કોયલડીનું
મધુર કુંજન બનું...
વળી ચાહું કે,
સુંદર સુગંધિત ફૂલો પર
ઉડતા ભમરાનું ગુંજન બનું...
હું તો ચાહું કે,
રંગબેરંગી પાંખો લઈને
બાગમાં આમથી તેમ
પતંગિયું બની ઉડું...
વળી ચાહું કે,
નાનકડું ઝરણું બની,
પહાડની ટોચેથી નીકળી
ઝાડીઓની વચ્ચેથી
કુદકા મારતું દોડું...
હું તો ચાહું કે,
એક રૂપેરી માછલી બની
નિર્મળ નીરમાં આમતેમ દોડું
સંતાકુકડી રમું...
વળી ચાહું કે,
એક નાનું ભોળું મજાનું
પંખી બની અનંત
આકાશમાં ઉડું...
હું તો ચાહું કે,
સુંદર કોમલ સુગંધિત
નાનું પુષ્પ બની
ભગવાનના ચરણોમાં ચઢી જાઉં...
-‘ઉષા’
રવિવાર, 10 જુલાઈ, 2011
શુક્રવાર, 10 જૂન, 2011
મન તો થાય
મન નું તો શું ? મન તો થાય.
ક્યારેક તમને મળવાનું
ક્યારેક તમને ભૂલવાનું
મન તો થાય.
ક્યારેક ખડ ખડાટ હસવાનું
ક્યારેક પોક મૂકી ને રડવાનું
મન તો થાય.
ક્યારેક મેળા માં ફરવાનું
ક્યારેક ખાલી ગલીઓ માં જવાનું
મન તો થાય.
ક્યારેક ઊંચા આકાશે અડવાનું
ક્યારેક ઊંડા પાતાળે પડવાનું
મન તો થાય.
ક્યારેક અમથે અમથાય બોલવાનું
ક્યારેક સભામાં ચુપ રેવાનું
મન તો થાય.
ક્યારેક લાગણી ના સબંધો બાંધવાનું
ક્યારેક સાવ સન્યાસ લઇ લેવાનું
મન તો થાય.
ક્યારેક આંસુ નો દરિયો ભરવાનું
ક્યારેક કોરી આંખે રડવાનું
મન તો થાય.
ક્યારેક દર્દ નો મલ્હાર ગાવાનું
ક્યારેક 'આનંદ' બની જવાનું
મન તો થાય.
સોમવાર, 6 જૂન, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
