શુક્રવાર, 10 જૂન, 2011

મન તો થાય



મન  નું  તો  શું ? મન તો  થાય. 

ક્યારેક તમને મળવાનું 
ક્યારેક તમને ભૂલવાનું 
મન તો થાય. 

ક્યારેક  ખડ  ખડાટ  હસવાનું 
ક્યારેક  પોક  મૂકી  ને  રડવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  મેળા  માં  ફરવાનું 
ક્યારેક  ખાલી  ગલીઓ  માં  જવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  ઊંચા  આકાશે  અડવાનું 
ક્યારેક  ઊંડા  પાતાળે  પડવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  અમથે  અમથાય  બોલવાનું 
ક્યારેક  સભામાં  ચુપ  રેવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  લાગણી  ના  સબંધો  બાંધવાનું 
ક્યારેક  સાવ  સન્યાસ  લઇ  લેવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  આંસુ  નો  દરિયો  ભરવાનું 
ક્યારેક  કોરી  આંખે  રડવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  દર્દ  નો  મલ્હાર  ગાવાનું 
ક્યારેક  'આનંદ'  બની  જવાનું 
મન  તો  થાય.