ગુરુવાર, 9 જૂન, 2011

ચોકલેટનું ઝાડ

લેખિકા :
પુરણવૈરાગી નિધિ રમેશભાઈ (ધો.૮)
શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા                                                                    

                     સુંદરપુર નામનું  એક ગામ  હતું.આ ગામ માં  ટીનું નામનો   છોકરો હતો.  તે ખુબ ચોકલેટ  ખાતો. તેને સવારે ઉઠે એટલે પહેલા ચોકલેટ ખાય અને પછી જ બ્રશ કરે અને નાસ્તો  કરે. તે દિવસમાં  સવાર , બપોર , સાંજ , રાત્રે એમ  કેટલીયવાર ચોકલેટ ખાતો. તેની મમ્મી  તેને સમજાવતી અને કહેતી કે જો  આપણે આટલી બધી ચોકલેટ  ખાઈએ તો આપણા દાત  સડી જાય અને પછી પડી જાય. તેની મમ્મી તેને આટલુ બધું સમજાવતી હોવા છતાં તે ચોકલેટ ખાતો. તેની મમ્મીની વાત ધ્યાન માં લેતો  નહિ .
                      એક દિવસ ટીનું સુતો હતો  ત્યારે તેને સપનું આવ્યું . તેને સપનામાં જોયું કે તે એક જંગલ માં છે. જંગલ માં ચારે બાજુ  ચોકલેટના ઝાડ અને વેલાઓ છે. આ જોઇને ટીનું તો ખુશ થઇ ગયો. તે તો એક પછી એક ચોકલેટ ના ઝાડ પાસે જઈને ચોકલેટ ખાવા લાગ્યો. તેણે એટલી ચોકલેટ ખાધી કે તેના મો માંથી લોહી નીકળવા લાગ્યું અને તેના બધા દાંત પડી ગયા. દાંતમાં દુખાવો થવા લાગ્યો અને ટીનું રડવા લાગ્યો.
                      ટીનુંને રડતો જોઇને તેની મમ્મીને થયું કે ચોકલેટ માટે રડે છે. એટલે ટીનુંની મમ્મીએ તેની સામે ખોબો ભરીને ચોકલેટ રાખી પણ ટીનુંએ એક પણ ચોકલેટ લીધી નહિ. આ જોઇને તેની મમ્મી ખુબ ખુશ થઇ. તેણેટીનુંને પૂછ્યું કે તે ચોકલેટ શા માટે ન લીધી?
                       ટીનુંએ કહ્યું કે મમ્મી આજે મને સપનું આવ્યું કે હું એક જંગલમાં છું અને ત્યાં જંગલમાં ચારેબાજુ ઘણા બધા ચોકલેટના ઝાડ અને વેલાઓ છે અને હું એ બધા ઝાડમાંથી ચોકલેટ લઈને ખાઉં છું અને મારા દાંતમાંથી લોહી નીકળે છે, અને ખુબ દુખાવો થાય છે અને મારા દાંત પડી જાય છે.
                        એટલે હવે મેં નક્કી કર્યું છે કે હું દિવસમાં માત્ર એક જ વાર ચોકલેટ ખાઇશ.અને એક્વારથી વધારે ચોકલેટ ખાઇશ નહિ.