રવિવાર, 28 ઑગસ્ટ, 2011

વનરાતે વનમાં મીંઢોળ ઝાઝા


વનરાતે વનમાં મીંઢોળ ઝાઝા,
મીંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા.

આવડા તે લાડ બેની કોણ લડાવે?
આવડા તે લાડ અમને દાદા લડાવે.
              વનરાતે વનમાં મીંઢોળ ઝાઝા,
              મીંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા.

આવડા તે લાડ બેની કોણ લડાવે?
આવડા તે લાડ અમને કાકા લડાવે.
              વનરાતે વનમાં મીંઢોળ ઝાઝા,
              મીંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા.

આવડા તે લાડ બેની કોણ લડાવે?
આવડા તે લાડ અમને મામા લડાવે.
              વનરાતે વનમાં મીંઢોળ ઝાઝા,
              મીંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા.