ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

ઉગ્યો સુરજને ટહુક્યા મોર



ઉગ્યો સુરજ ને ટહુક્યા મોર,દુર થયા અંધારા ઘનઘોર
અલખના અજવાળા ચારે કોર.
તડફડતી હો... તડફડતી. (2)
જળમાં તરતી માછલીઓ બોલ.

ઉગ્યો સુરજ ને ટહુક્યા મોર,દુર થયા અંધારા ઘનઘોર
અલખના અજવાળા ચારે કોર.
ગડગડતી હો... ગડગડતી (2)
આકાશની પેલી વાદળીયો બોલ.

ઉગ્યો સુરજ ને ટહુક્યા મોર,દુર થયા અંધારા ઘનઘોર
અલખના અજવાળા ચારે કોર.
હલબલતી હો... હલબલતી (2)
ઝાડની પેલી ડાળીઓ બોલ.

ઉગ્યો સુરજ ને ટહુક્યા મોર,દુર થયા અંધારા ઘનઘોર
અલખના અજવાળા ચારે કોર.
ચમચમતી હો... ચમચમતી (2)
આકાશની પેલી વીજળી બોલ.

ઉગ્યો સુરજ ને ટહુક્યા મોર,દુર થયા અંધારા ઘનઘોર
અલખના અજવાળા ચારે કોર. (2)