રવિવાર, 28 ઑગસ્ટ, 2011

પાનેતર પેર્યું બેનીએ સવાલાખનું


પાનેતર પેર્યું બેનીએ સવાલાખનું,
ચુંદડી ઓઢી બેનીએ સવાલાખની,
તોય બેનીના આંખમાં આંસુ સરી પડ્યા,
આજ મારા બેન પારકા થઇ ગયા.

બાપા માતા સાથે બેસી જમતા,
બોલતા મીઠા મીઠા વેણ, વેણ તો રહી ગયા.
આજ મારા બેન પારકા થઇ ગયા.

કાકા કાકી સાથે બેસી જમતા,
બોલતા મીઠા મીઠા વેણ, વેણ તો રહી ગયા.
આજ મારા બેન પારકા થઇ ગયા.

વીરા ભાભી સાથે બેસી જમતા,
બોલતા મીઠા મીઠા વેણ, વેણ તો રહી ગયા.
આજ મારા બેન પારકા થઇ ગયા.