ચુંદડી મેં તો ઓઢી રે અંબા તારા નામની રે,
અંબા તારા
નામની મા આરાસુર ધામની. –ચુંદડીo
ખાવું-પીવું ગમતું નથી, કામકાજ સુઝતું નથી,
એ... લગની લાગી
છે મને, અંબા તારા નામની. -ચુંદડીo
લોકો ભલે બોલ્યા કરે, ખરી ખોટી વાતો કરે,
એ... દુનિયાની
લોકલાજ મારે નથી કામની. –ચુંદડીo
મનની માની લીધી, જગ જનતા જાણી લીધી,
ગાંડા ઘેલા
ભાવે જપું માળા તારા નામની. –ચુંદડીo
જીવન સોંપી તારા હાથે, હું તો પડ્યો તારા માથે,
ભક્ત
પ્રેમ પ્યાલી પીધી, માના નામની. -ચુંદડીo