ઘેર ઘેર તોરણિયા
બંધાવો અવસર આવ્યા રે,
માંડવે લાવસુ ગોઠવો
અવસર આવ્યો રે.
બેનના પિતાને બોલાવો
અવસર આવ્યો રે,
બેનના પિતાને બોલાવો
અવસર આવ્યો રે.
- ઘેર ઘેરo
બેનના કાકાને બોલાવો
અવસર આવ્યો રે,
બેનના કાકીને બોલાવો
અવસર આવ્યો રે.
- ઘેર ઘેરo
બેનના મામાને બોલાવો
અવસર આવ્યો રે,
બેનના મામીને બોલાવો
અવસર આવ્યો રે.
- ઘેર ઘેરo