શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

અગડ બમ અગડ બમ

અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ. (2)

ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ (2)
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી કેશ.

અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ. (2)


અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ. (2)


ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક (2)
પીરશે મૈયા પાર્વતી ને જમે ભોળાનાથ

અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ. (2)