એક વખત એક વાર્તા છાપામાં વાંચી હતી. યાદ કરીને કહું છું...
એક ગામ હતું. એ ગામમાં એક મંદિર હતું. એ મંદિરની બહાર એક છોકરી ઉભી છે. એની કાખમાં એક નાનકડો છોકરો છે.પણ એ ત્યાં ભીખ માંગવા નથી ઉભી હો!
એના માતા પિતા મજૂરીએ ગયા છે. એ શાળા એ નથી જાતી પણ એના ભાઈ ને સાચવવા ઘરે રહે છે. એનું ઘર આ મંદિર ની નજીકમાં જ છે. એટલે એના ભાઈ ને રમાડવા અને પોતાનેપણ આવતા જતા લોકોને જોવાનું ગમે છે એટલે રોજઆ મંદિર ની બહાર બેસે છે. કોઈ જો ભૂલથી એને ભિખારી સમજીને એકાદ રૂપિયો આપે તો તરત એને પાછો આપી દે છે.
હમણાં થોડા ખાસ દિવસો હોવાથી મંદિરમાં રોજ કરતા ભીડ વધારે હોય છે. લોકો દુર દુર થી આ આવે છે. દરેક વ્યક્તિ કઈક ને કઈક લઈને આવે છે અને એ ભગવાનની પર રેડી દે છે. પેલી છોકરી આ બધું જોયા કરે છે અને એના ભાઈ ને કહે છે ...
''જો ભાઈ, પેલું રહ્યું ને એને દૂધ કે'વાય. મે એકવાર પીધું'તું હો! બહુ જ મીઠું હોય. તનેય કૉ'ક દી પીવડાવીશ હો.''
ભાઈ એની સામે એક પ્રશ્નાર્થ દ્રષ્ટીથી જોતો રહે છે. એની નજરમાં પ્રશ્ન છે કે બેન તું મને ઈ દૂધ ક્યારે પીવા આપીશ?
મિત્રો !
આ વાર્તા અહી જ પુરી થાય છે, પણ આપણા માટે એક સવાલ રહી જાય છે કે શું ભગવાન પર દૂધ-દહીંનો અભિષેક કરવાથી જ એ રાજી થાય છે ? શું આવા કોઈ ભાઈ ને દૂધ આપીને ભગવાનને રાજી ન કરી શકાય? એક વખત એક શિક્ષક મિત્રે મને કહ્યું હતું કે શાળામાં કમ્પ્યુટર લેવા ફાળો કોઈનહિ આપે પણ જો ગામમાં મંદિર બાંધવાનું હશે તો બધા આગળ આવશે. આજ વાસ્તવિકતા છે.
તમારે ભગવાનને જોવા છે?
ખુલ્લા આકાશમાં જોજો, ખીલેલા ફૂલમાં જોજો, વહેતી નદીમાં જોજો અને એમાં ક્યાય જો નાદેખાય ને? તો તમારી શાળાના બાળક ને જરા ધ્યાનથી જોજો.
ભગવાન દેખાશે, સાચ્ચે જ દિલ થી દેખાશે. બસ ભગવાન વિષેની તમારી કલ્પના જરા સુધારી લેજો.
જય સરસ્વતી !
હર હર મહાદેવ !
અને હા વાત ગમે તો કમેન્ટ લખજો હો !