રવિવાર, 28 ઑગસ્ટ, 2011

વીરો મારો લહેર કરે


ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો
                                  કે વીરો મારો લહેર કરે,
એના કાકા બોલાવે તોયે ના બોલે,(2)
એના કાકી બોલાવે ઝટપટ બોલે,
                                  કે વીરો મારો લહેર કરે.
એના ફુવા બોલાવે તોયે ના બોલે,(2)
એના ફઈ બોલાવે ઝટપટ બોલે,
                                  કે વીરો મારો લહેર કરે.
એના મામા બોલાવે તોયે ના બોલે,(2)
એના મામી બોલાવે ઝટપટ બોલે,
                                  કે વીરો મારો લહેર કરે.
એના માસા બોલાવે તોયે ના બોલે,(2)
એના માસી બોલાવે ઝટપટ બોલે,
                                  કે વીરો મારો લહેર કરે.
એના દાદા બોલાવે તોયે ના બોલે,(2)
એના દાદી બોલાવે ઝટપટ બોલે,
                                  કે વીરો મારો લહેર કરે.