રવિવાર, 28 ઑગસ્ટ, 2011

સ્કુટર ચાલે ને વીરો લેટર વાંચે


ઝુંડાળાના રોડ પર સ્કુટર ચાલે,
સ્કુટર ચાલે ને વીરો લેટર વાંચે,
                           આવને ગોરી બેસને ગોરી સ્કુટર ઉપર
                           તને લઇ જાઉં મારા દેશ ઉપર.
આગળ બેસું તો મારા દાદા દેખે,
પાછળ બેસું તો મારા માતા દેખે,
                           દાદાને માતા ભલે દેખે
                           તારાને મારા લેખ હશે.
                           ઝુંડાળાના રોડ પર સ્કુટર ચાલે,
                           સ્કુટર ચાલે ને વીરો લેટર વાંચે.
આગળ બેસું તો મારા કાકા દેખે,
પાછળ બેસું તો મારા કાકી દેખે,
                           કાકાને કાકી ભલે દેખે
                           તારાને મારા લેખ હશે.
                           ઝુંડાળાના રોડ પર સ્કુટર ચાલે,
                           સ્કુટર ચાલે ને વીરો લેટર વાંચે,
આગળ બેસું તો મારા મામા દેખે,
પાછળ બેસું તો મારા મામી દેખે,
                           મામાને મામી ભલે દેખે
                           તારાને મારા લેખ હશે.
                           ઝુંડાળાના રોડ પર સ્કુટર ચાલે,
                           સ્કુટર ચાલે ને વીરો લેટર વાંચે.