ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર (2)
મેરામણ માઝા ન મુકે, ચેલૈયો સતના ચુકે
મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા દીધા કર્ણે દાન (2)
હે... શિબી રાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન -મેરામણo
શિર મળે પણ સમય મળે નહિ ને સાધુ છે મેમાન (2)
હે... અવસર આવ્યે પાછા ન પડીએ કાયા થાય કુરબાન -મેરામણo