વીરા આપણે સોનાની લક્ઝરી રૂપા કેરા પૈડા માણારાજ,
વીરા આપણે શહેરના રે’વાસી ગામડે ભુલા પડી
માણારાજ.
વીરા આપણા દાદાને તેડાવો વીરા આપણા માતાને
તેડાવો.
સીધા રસ્તા સિધે માણારાજ.
વીરા આપણે સોનાની લક્ઝરી રૂપા કેરા પૈડા માણારાજ,
વીરા આપણે શહેરના રે’વાસી ગામડે ભુલા પડી
માણારાજ.
વીરા આપણા મામાને તેડાવો વીરા આપણા મામીને
તેડાવો.
સીધા રસ્તા સિધે માણારાજ.
વીરા આપણે સોનાની લક્ઝરી રૂપા કેરા પૈડા માણારાજ,
વીરા આપણે શહેરના રે’વાસી ગામડે ભુલા પડી
માણારાજ.
વીરા આપણા કાકાને તેડાવો વીરા આપણા કાકીને
તેડાવો.
સીધા રસ્તા સિધે માણારાજ.
વીરા આપણે સોનાની લક્ઝરી રૂપા કેરા પૈડા માણારાજ,
વીરા આપણે શહેરના રે’વાસી ગામડે ભુલા પડી
માણારાજ.