જમણી હથેળી બેની થર થર ધ્રુજે,
હૈયામાં રાખજો હિંમત રે બેની બા હજી છો કુંવારા.
દાદાના રાજમાં બેની
હરતાને ફરતા,
સસરાજીના કાયદા કડક રે
બેની બા હજી છો કુંવારા.
જમણી હથેળી બેની થર થર ધ્રુજે,
હૈયામાં રાખજો હિંમત રે બેની બા હજી છો કુંવારા.
કાકાના રાજમાં બેની
હરતાને ફરતા,
જેઠજીના કાયદા કડક
રે બેની બા હજી છો કુંવારા.
જમણી હથેળી બેની થર થર ધ્રુજે,
હૈયામાં રાખજો હિંમત રે બેની બા હજી છો કુંવારા.
બેનીના રાજમાં બેની
હરતાને ફરતા,
નણદીના કાયદા કડક રે
બેની બા હજી છો કુંવારા.
જમણી હથેળી બેની થર થર ધ્રુજે,
હૈયામાં
રાખજો હિંમત રે બેની બા હજી છો કુંવારા.