સોમવાર, 22 ઑગસ્ટ, 2011

આજ ભીમ બોલે છે દલિતોના ઉરમાં





મિત્રો, જ્ઞાતીવાદમાં હું માનતો નથી પણ મારા ઘરે રાખેલ ડાયરામાં do

આજ ભીમ બોલે છે દલિતોના ઉરમાં,
દલિતોના ઉરમાં ને સમતાના સુરમાં.
-આજ ભીમo
બાંધ્યું બંધારણ એણે દલિતો બચાવવા,
દલિતો બચાવવાને સુખડા રે સોંપવા
- આજ ભીમo
દેશમાં રે કરાર કર્યા ગાંધીને બચાવવા,
ગાંધીને બચાવવાને સમતા અપાવવા.
- આજ ભીમo
જુલમી કાયદા હતા અંગ્રેજોના રાજમાં
હોળી એણે કીધી જો ને મુંબઈની બજારમાં.
- આજ ભીમo
માનવતાના મતને તમે પ્રેમથી સ્વીકારજો
પ્રેમથી સ્વીકારજોને સામંતભેદ ટાળજો.
- આજ ભીમo