સાજન કેરી ચુંદડી
ઓઢી બેનીબા,
પિયર છોડી ચાલ્યા
સાસરે.
સાસુ સસરાની માયા
લાગી બેનીબા,
માતા પિતાને તારે
છોડવા પડ્યા.
સાજન કેરીo
જેઠ જેઠાણીની માયા
લાગી બેનીબા,
વીરા ભાભીને તારે
છોડવા પડ્યા.
સાજન કેરીo
દેર દેરાણીની માયા
લાગી બેનીબા,
ભત્રીજાને તારે
છોડવા પડ્યા.
સાજન કેરીo
નણદીઓની માયા લાગી
બેનીબા,
મોટેરા બેનને તારે
છોડવા પડ્યા.
સાજન કેરીo