મૈયરનો માંડવો બેની, પ્રીતનું પાનેતર ઓઢી,
હાલી દીકરી સાસરિયાની વાટ રે.
મીઠું મીઠું બોલતી કોયલ પિંજરે પુરાણીજો.
બાપાની લાડકડી દીકરી, માતાની લાડકડી દીકરી
ઘુંઘટડે ઘેરાણી એની દીકરી રે.
-
મૈયરનો માંડવોo
કાકાની લાડકડી ભત્રીજી, કાકીની લાડકડી ભત્રીજી
ઘુંઘટડે ઘેરાણી એની ભત્રીજી રે.
-
મૈયરનો માંડવોo
વીરાની લાડકડી બેનડી, ભાભીની લાડકડી નણદી
ઘુંઘટડે ઘેરાણી એની બેનડી રે.
-
મૈયરનો માંડવોo