એક રસોડા જેવું
સાસરિયું,
કાંઈ ધુમાડો રે કાંઈ
ધુમાડો.
એક રસોડાo
એક બટેટા જેવા
સસરાજી,
કાંઈ તુરા લાગે કાંઈ
તુરા લાગે.
એક રસોડાo
એક કારેલા જેવા
સાસુજી,
કાંઈ કડવા લાગે કાંઈ
કડવા લાગે.
એક રસોડાo
એક ભીંડા જેવા
દિયરજી,
કાંઈ ચીકણા લાગે
કાંઈ ચીકણા લાગે.
એક રસોડાo
એક મરચા જેવા
જેઠાણી,
કાંઈ તીખા લાગે કાંઈ
તીખા લાગે.
એક રસોડાo
એક રાય જેવા નણંદબા,
કાંઈ દડ્યા કરે કાંઈ
દડ્યા કરે.
એક રસોડાo
એક ચોકલેટ જેવા
પીયુજી,
કાંઈ મીઠા લાગે કાંઈ
મીઠા લાગે.
એક રસોડાo