શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011

રંગતાળી રંગતાળી


રંગતાળી રંગતાળી રંગ રંગમાં રંગ તાલી રે
રમવા આવો સખીઓને સંગ સંગમાં રંગ તાલી રે.
રંગબેરંગી સજાવી રોશની,
સાથીયા પુરાવ્યા નવરંગ. રંગમાંo
આવો અંબેમા સૌની વિનતી સુણીને,
આવો તો જામે રૂડો રંગ. રંગમાંo
આવ્યા અંબેમા અતિ ઉમંગમાં,
કાળીકા બહુચર તુળજા સંગ. રંગમાંo
રમતાં રમતાં રે પાયે ઝાંઝરિયા વાગે
વાગે છે ઢોલ ને મૃદંગ. રંગમાંo
ગીતની ગુંજે ગગન ગાજતું
ધરતી ધ્રુજે ધમધમ. રંગમાંo
હરખે હૈયા ખીલ્યા આનંદનો પાર ના
જાગ્યો છે સૌમાં ઉમંગ. રંગમાંo
ચંદુ કહે માવડી પુજુ તારી પાવડી
આપો શક્તિ હરદમ. રંગમાંo