બહુચરમાંના ડેરા પાછળ કૂકડે કૂક બોલે રે,
ઓ કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
બહુચરમાંનો શોર ગગનમાં ઘૂમે રે,
કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
ગઢશીશા ચોકમાં મસ્ત મસ્ત ડોલે રે,
કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
ભક્ષ તારો કરવા માટે મોગલ સૈન્ય બોલે રે,
કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
પાપીઓને હાથ ચડ્યા ત્યારે જીવ ચડ્યો ચગડોળે,
કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
બહુચરમાંએ પરચો દીધો પેટમાં તું બોલે રે,
કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
ચેદુમાં છડીદાર તારા માને ઘમ્મર ઢોળે,
કુકડા તારી
બોલી મને મીઠી મીઠી લાગે.
બહુચરમાંના ડેરા પાછળ કૂકડે કૂક બોલે રે,
ઓ કુકડા
તારી બોલી મને મીઠી મીઠી લાગે.