ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

ચૌદ ભુવનને ચીતરનારો




ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો,
ચીતરા અનેક ચિતારો છોગાળો.
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)

સુરજ નો'તા ચંદ્ર નો'તા (2)
નો'તા આભના ઠેકાણા છોગાળો (2)
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)

ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો,
ચીતરા અનેક ચિતારો છોગાળો.
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)


પૃથ્વી નો'તી પાતાળ નો'તા (2)
નો'તા ઉજાસ કે અંધારા છોગાળો (2)
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)

ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો,
ચીતરા અનેક ચિતારો છોગાળો.
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)


માતા નો'તી પિતા નો'તા
નો'તા આપણા ઠેકાણા છોગાળો (2)
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)

ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો,
ચીતરા અનેક ચિતારો છોગાળો.
ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)