રવિવાર, 28 ઑગસ્ટ, 2011

ડોલર કરમાશે બેની તમ વિનાના


ડોલર-ડોલર કરમાશે બેની તમ વિનાના,
ડોલર ને પાણી કોણ પાશે બેની તમ વિનાના?

પેલી-પેલી વિદાય તમારા દાદા આપશે,
દાદાને ખોળે રમતી દીકરી,
દીકરીની વિદાય વસમી લાગે.

બીજી-બીજી વિદાય તમારા કાકા આપશે,
કાકાને ખોળે રમતી દીકરી,
દીકરીની વિદાય વસમી લાગે.

ડોલર-ડોલર કરમાશે બેની તમ વિનાના,
ડોલર ને પાણી કોણ પાશે બેની તમ વિનાના?