લેબલ ગરબા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગરબા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

ખોડલ કરુણાની ભંડાર



ખોડલ કરુણાની ભંડાર ખોડલ માત જાગે છે,
એ માની ગળધરાની ભાઈ ડાક વાગે છે.
                                                                               - ખોડલo
હે દેવી ભક્તોને કરુણાની ભંડાર લાગે છે,
દેવી કેવી અસુરોને કાળજાળ લાગે છે.
                                                                               - ખોડલo
એ દેવી ભક્તો ઉપર કેવી મેર કરે છે,
એવી દાનવને માથે કાળો કેર કરે છે.
                                                                               - ખોડલo
માને હાકોટે ડાકણ ને ભૂતપ્રેત ભાગે છે,
માના દર્શનથી ભક્તોના ભાગ્ય જાગે છે.
                                                                               - ખોડલo
સંકટ વેળાએ ખોડલ વેલી વાર કરે છે,
સાચા સેવકનો દેવી બેડો પાર કરે છે.
                                                                               - ખોડલo
માતા છોરુના રૂડા રખવાળા કરે છે,
ચૌદ બ્રહ્માંડે માડીની ચોકી ફરે છે.
                                                                               - ખોડલo
કેવી ખપરાળી ખોડલની હાક વાગે છે,
શ્યામ છોરુને માવલડી વાલી લાગે છે.
                                                                               - ખોડલo

બુધવાર, 31 ઑગસ્ટ, 2011

મોરલીયો ટહુકા કરતો જાય



મોરલીયો ટહુકા કરતો જાય, મોરલીયો ટહુકા કરતો જાય.

પેલો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.          -મોરલીયોo

બીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ચામુંડમાને દ્વાર,
ચામુંડમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.        -મોરલીયોo

ત્રીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ખોડલમાને દ્વાર,
ખોડલમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.        -મોરલીયોo

ચોથો તે ટહુકો ઉડીને આવ્યો મા દશામાને દ્વાર,
દશામાને જઈને કે જે આવજો અવસર દ્વાર.          -મોરલીયોo

પાંચમો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.          -મોરલીયોo

માને પાંચે તે ગરબા મનગમતા



માને પાંચે તે ગરબા મનગમતા મારી સૈયરુએ,
માને પેલો તે ગરબો રૂપાનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી અંબે માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને બીજો તે ગરબો સોનાનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી ચામુંડ માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને ત્રીજો તે ગરબો માટીનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી ખોડલ માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને ચોથો તે ગરબો ચાંદીનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી રાંદલ માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને પાંચમો તે ગરબો રૂપાનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી દશામાં ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                                                     માને પાંચેo

રવિવાર, 28 ઑગસ્ટ, 2011

પાવા તે ગઢમાં સંતાકુકડી રમીએ



પાવા તે ગઢમાં સંતાકુકડી રમીએ (2)
પેલો તે દાવ માડી અંબેમા ને દઈએ, અંબેમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા આરાસુરધામમાં, આરાસુરમાં અંબેમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
બીજો તે દાવ માડી ચામુંડમા ને દઈએ, ચામુંડમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા ચોટીલા ધામમાં, ચોટીલામાં ચામુંડમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
ત્રીજો તે દાવ માડી ખોડલમા ને દઈએ, ખોડલમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા રાજપરાધામમાં, રાજપરામાં ખોડલમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
ચોથો તે દાવ માડી રાંદલમા ને દઈએ, રાંદલમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા દડવાધામમાં, દડવામાં રાંદલમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
પાંચમો તે દાવ માડી કાળકામા ને દઈએ, કાળકામા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા પાવાગઢધામમાં, પાવાગઢમાં કાળકામાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ





માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી અંબેમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી ખોડલમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી ચામુંડમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી રાંદલમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી અંબેમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011

અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે


અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે,
દર્શન આપો દુખડા કાપો, દડવાવાળી માત રે,
સુખ અંતરમાં વાસ કરોને, દડવાવાળી માત રે,
અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે.

ચરણ કમળમાં શીષ નમાવું, દડવાવાળી માત રે,
દયા કરીને ભક્તિ દેજો, દડવાવાળી માત રે,
તારે ભરોષે જીવન નૈયા હાંકી રહ્યો, દડવાવાળી માત રે,
અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે.

બની સુકાની પાર ઉતારો, દડવાવાળી માત રે,
આશિષ દેજો ઉરમાં રેજો, દડવાવાળી માત રે,
અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે.

રાંદલ છે દયાળી


રાંદલ છે દયાળી દડવાવાળી રાંદલ છે દયાળી
ભક્તોના દુઃખ હરનારી દડવાવાળી રાંદલ છે દયાળી
ધુપ ને દીપ કરી આરતી ઉતારુ ,
પ્રેમે પૂજા કરું તારી દડવાવાળી રાંદલ છે દયાળી

નવસો નવાણું હોશ ડુબાડ્યા,
નવ નવ નોરતાં રમવા પધારો
દુઃખીયાના દુઃખ હરનારી દડવાવાળી રાંદલ છે દયાળી

ગરબી મંડળની બાળાઓ માંગે
માંગે છે ભક્તિ તમારી દડવાવાળી રાંદલ છે દયાળી

રમો રમો રન્નાદે માડી દડવાવાળી
માડી રાધામંડળ પુરનારી રન્નાદે દડવાવાળી રાંદલ છે દયાળી

રાંદલમાનો દીવડો


વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય, (2)
રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.
ભલે આવે ને આંધી ને તુફાન આંધી ને તુફાન, (2)
રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.
ભલે ને આતમ આખા સળગી જાય સળગી જાય, (2)
રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.

અંબેમાની ચુંદડી


અંબેમાની ચુંદડી ચુંદડી રે રૂડી ચુંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે આભલા રે રૂડા આભલા રે
રૂડી ચુંદડી લહેરાય.

અંબેમાની ચુંદડી ચુંદડી રે રૂડી ચુંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે તારલા રે રૂડા તારલા રે
રૂડી ચુંદડી લહેરાય.

અંબેમાની ચુંદડી ચુંદડી રે રૂડી ચુંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હિરલા રે રૂડા હિરલા રે
રૂડી ચુંદડી લહેરાય.

રંગતાળી રંગતાળી


રંગતાળી રંગતાળી રંગ રંગમાં રંગ તાલી રે
રમવા આવો સખીઓને સંગ સંગમાં રંગ તાલી રે.
રંગબેરંગી સજાવી રોશની,
સાથીયા પુરાવ્યા નવરંગ. રંગમાંo
આવો અંબેમા સૌની વિનતી સુણીને,
આવો તો જામે રૂડો રંગ. રંગમાંo
આવ્યા અંબેમા અતિ ઉમંગમાં,
કાળીકા બહુચર તુળજા સંગ. રંગમાંo
રમતાં રમતાં રે પાયે ઝાંઝરિયા વાગે
વાગે છે ઢોલ ને મૃદંગ. રંગમાંo
ગીતની ગુંજે ગગન ગાજતું
ધરતી ધ્રુજે ધમધમ. રંગમાંo
હરખે હૈયા ખીલ્યા આનંદનો પાર ના
જાગ્યો છે સૌમાં ઉમંગ. રંગમાંo
ચંદુ કહે માવડી પુજુ તારી પાવડી
આપો શક્તિ હરદમ. રંગમાંo

જુગ જુગ જીવો મા રાંદલ


અનંત કૃપાળી દીન-દયાળી
ભક્તોના દુઃખ હરનારી,
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

કુમ કુમ તિલક શોભે મા
ભક્તો આવે તારા દર્શન કરવા
દુઃખીયાના દુઃખ હરનારી
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

અંબા નામના અમી રસ પીધા
પાપીને તમે પાવન કીધા
પતિત પાવન પાવનકારી
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

જગત જનની જગદંબા માતા
ભક્તોની માતા ભાગ્યવિધાતા
દશે દિશામાં તમારો જયજયકાર
                               જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

જાગતી છે જોગમાયા


ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય,
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
દશે દિશાએ તારી નામના ને તારો ગાજે છે જયજયકાર (2)
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
આશા ભર્યા તારે આંગણે સૌ આવે છે નર ને નાર (2)
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
મનમાન્યું તું આપતી ને તારો મહિમા અપરંપાર (2)
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
સુખની સાગર માવડી ને તું તો નોધારાની આધાર (2)
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
નિજ ભક્તોના કારણે તું તો દોડી આવે તત્કાળ (2)
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
બિન્દુ તારો વિનવે માડી ઉતારો ભવપાર (2)
હે માડી તું તો જાગતી છે જોગમાયા.

નવલા તે આવ્યા માનાં નોરતા


નવલા તે આવ્યા માનાં નોરતા,
ને નવ દહાડા, રૂડી નવરાત આવ્યા નોરતાં,
સ્થાપન કરાવું કોરો કુંભ ભરાવું,
જ્વારા વવરાવું માના પૂજન કરાવું.
મારી શેરીએ ફૂલડાં વેરાવો કે,
રંગોળી પુરાવું કે રંગોળી પુરાવું. આવ્યા નોરતાo

સોનાનો ગરબો રૂપલા ઈંઢોણી,
રાસે રમવાને આવો રન્નાદે રાણી,
કહો તો રઢિયાળા રાસ રચાવું કે,
માંડવો સજાવું કે માંડવો સજાવું. આવ્યા નોરતાંo

રૂડા રમવાને રાસ આવ્યાં અલબેલી માત,
ઘૂમી ગરબાને ગાય, વાગે ઝાંઝરિયા પાય,
શો લહેકો ને શું એનું ગાવું કે,
ત્રિભુવન ડોલાવ્યું ત્રિભુવન ડોલાવ્યું. આવ્યા નોરતાંo

મુખ મીઠું મલકાય ઝાંખો ચાંદલીયો થાય,
માનો પાલવ લહેરાય ચંદા ચોકે પછરાય,
જીતુ જોતામાં ભાન ભૂલી જાઉં કે,
ફૂલ્યો ન સમાઉં કે ફૂલ્યો ન સમાઉં. આવ્યા નોરતાંo

મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

જય ખોડિયારમાં જય ખોડીયાર


મામણના મેણલા ભાંગે ભારી મા
જય ખોડિયારમાં જય ખોડીયાર
સાતેય બેનડીયું ને ખેતલીયો ભાઈ
જય ખોડિયારમાં જય ખોડીયાર

ખોડીયાર માત કેરા પરચા અપાર છે,
ચારણ કુળમાં ગંગાનો અવતાર છે.
ગળધરા માટેલને તાતણીયા ધામ
જય ખોડિયારમાં જય ખોડીયાર

મોટેરી બેનડીએ સોરઠ થંભાવ્યા
ગેલી ગડતાર રંગ બોધ મને મારીયા
ભાડલાની ભૂતાવળ ભાંગી મારીમાં
જય ખોડિયારમાં જય ખોડીયાર

હાલો જોગબાઈ તોગ બાઈ ડુંગર
સાત વીસ ભુવા ડેરા બંધાવ્યા
હાલ ખેતલીયો વીર આજે જગમાં પુજાય છે.
શેષનાગ કેરો અવતાર એ ગણાય
જય ખોડિયારમાં જય ખોડીયાર

પાવાગઢ પર માડી તારા બેસણા


પાવાગઢ પર માડી તારા બેસણા,નીચું છે કોઈ ચાંપાનેર ગામ રે,
મહાકાળી માતા રૂડો લાગે દેવી તારો ડુંગરો.
રૂડા ચાંપાનેરના ચોવટા,(2) એથી રૂડું દુધિયું તળાવ રે.
                                                મહાકાળી માતાo
ટહુકે કોયલને ટહુકે મોરલા,()
ડુંગરના ગાળે ડણકુ દેતા સિંહ રે.
                                                મહાકાળી માતાo
નોબતું વાગે નગારા ધમધમ,()
ધ્રીબાંગ ધ્રીબાંગ વાગે રૂડા ઢોલ રે.
                                                મહાકાળી માતાo
ધૂપ ને ધુવાડે ભુવા ધુણતા,()
ગુણલા તારા નટુદાન ગાય રે.
                                                મહાકાળી માતાo

હે અંબા મારે લેવું નામ તારું


હે અંબા મારે લેવું નામ તારું,
                           જોજે ન ભૂલાઈ જાય માત.
હે માડી તારા સ્નેહનો સાગર
                           જોજે ન સુકાઈ જાય માત.
સંસારરૂપી સાગરમાં નાવડી ગઈ અટવાઈ,
સુકાની થઈને સંભાળ જે મા,
                            જોજે ન ડૂબી જાય માત.
તારા આધારે ડગલો ભરતે આ અવનિની માંય,
જીવન દોરી મારી તારા હાથમાં,
                           જોજે ન તૂટી જાય માત.
દુનિયા રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠતી માત,
ભરપુર રાખજો પ્રેમનો ખજાનો
                           જોજે ન ખૂટી જાય માત.
બાળક માંગે આ જીવનમાં ઝાંખી તમારી માંય,
દર્શન વિનાના મા નંદ તારી,
                           જોજે ન પાછા જાય માત

માડી પધારો મારે આંગણે રે લોલ


માડી પધારો મારે આંગણે રે લોલ,
              તારી વાટ જુએ છે તારા બાળ જો.      - માડીo
બહુચરે અંબાને બોલાવીયા રે લોલ,
              મારો બાળ જુએ છે મારી વાટ જો.      - માડીo
શંખલપુર માનું શોભતું રે લોલ,
              માને ટીલડી શોભે લલાટ રે.     - માડીo
માનો ચાચર ચોક સોહામણો રે લોલ,
              મારા દિલમાં છે તેમનો વાસ જો. - માડીo
કુમકુમના પગલા માના પડતા રે લોલ,
              રૂપમ ઝૂમક વાગે ઝાંઝરી રે મા         - માડીo
નટું લાજીએ વધાવિયા રે લોલ,
              સાથે અંબાને તેડાવિયા રે લોલ.        - માડીo

અંબામાના ઉંચા મંદિર નીચા બોલ


અંબામાના ઉંચા મંદિર નીચા બોલ,
              જરૂખે દીવા બળે રે લોલ.
અંબામાના ગોખ ગબ્બર અણમોલ કે,
              શિખરે શોભા ઘણી રે લોલ.
આવી આવી નવરાત્રી રાતે ને,
              બાળકો રાસ રમે રે લોલ.
અંબામા ગરબે રમવા આવો કે
              બાળુડા તારા વિનવે રે લોલ.
અંબેમાના શોભે શણગાર કે,
              પગલે કંકુ ઝરે રે લોલ.
રાંદલમા રાસ રમવા આવો કે,
              આંખની અમી ઝરે રે લોલ.
બહુચર ગરબે રમવા આવ રે,
              મુખડે ફૂલડાં ઝરે રે લોલ.
મા તારું અનુપમ તેજને,
              જોઈ મારી આંખ ઠરે રે લોલ.
ગરબો બાળ તારો ગવરાવે કે,
              મસ્તાન તારા પાયે પડે રે લોલ.

ચુંદડી મેં તો ઓઢી રે અંબા તારા નામની


ચુંદડી મેં તો ઓઢી રે અંબા તારા નામની રે,
       અંબા તારા નામની મા આરાસુર ધામની. –ચુંદડીo
ખાવું-પીવું ગમતું નથી, કામકાજ સુઝતું નથી,
એ... લગની લાગી છે મને, અંબા તારા નામની. -ચુંદડીo
લોકો ભલે બોલ્યા કરે, ખરી ખોટી વાતો કરે,
       એ... દુનિયાની લોકલાજ મારે નથી કામની. –ચુંદડીo
મનની માની લીધી, જગ જનતા જાણી લીધી,
       ગાંડા ઘેલા ભાવે જપું માળા તારા નામની. –ચુંદડીo
જીવન સોંપી તારા હાથે, હું તો પડ્યો તારા માથે,
       ભક્ત પ્રેમ પ્યાલી પીધી, માના નામની. -ચુંદડીo

કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે


બહુચરમાંના ડેરા પાછળ કૂકડે કૂક બોલે રે,
       ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
બહુચરમાંનો શોર ગગનમાં ઘૂમે રે,
       કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
ગઢશીશા ચોકમાં મસ્ત મસ્ત ડોલે રે,
       કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
ભક્ષ તારો કરવા માટે મોગલ સૈન્ય બોલે રે,
       કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
પાપીઓને હાથ ચડ્યા ત્યારે જીવ ચડ્યો ચગડોળે,
       કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
બહુચરમાંએ પરચો દીધો પેટમાં તું બોલે રે,
       કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
ચેદુમાં છડીદાર તારા માને ઘમ્મર ઢોળે,
       કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
બહુચરમાંના ડેરા પાછળ કૂકડે કૂક બોલે રે,
       ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે.