તાંબા પીતળના બેની તારા બેડલા,
ઈસ્ટીલને બેડે પાણી ભરજો પુનમબેન.
ઉડશે કાંકરીને ફુટશે બેડલા,
દાદા-માતાને બેની છોડી દેવાના
છોડવો જોશે મોટા બાનો સાથ રે પુનમબેન.
-
ઉડશે કાંકરીનેo
કાકા-કાકીને બેની છોડી દેવાના
છોડવો જોશે ફઈબાનો સાથ રે પુનમબેન.
-
ઉડશે કાંકરીનેo
મામા-મામીને બેની છોડી દેવાના
છોડવો જોશે માસીબાનો સાથ રે પુનમબેન.
-
ઉડશે કાંકરીનેo
વીરા-ભાભીને બેની છોડી દેવાના
છોડવો જોશે બેનીનો સાથ રે પુનમબેન.
-
ઉડશે કાંકરીનેo