રવિવાર, 28 ઑગસ્ટ, 2011

ભાભી સાસરે આવવાનાં


રના ઉપર રના રનાના નંબર દો,
                     ભાભી સાસરે આવવાનાં (2)

ભાભીના સસરા ગયા છે સુરત,
સુરતથી લાવ્યા સાડી,
                     સાડીને ફરતે લેશ,
                     તમને ગમશે મારો દેશ.
                     ભાભી સાસરે આવવાનાં.(2)

ભાભીના જેઠ ગયા છે મુંબઈ,
મુંબઈથી લાવ્યા બુટી,
                     બુટીને ફરતે હીરા,
                     તમને ગમશે મારો વીર.
                     ભાભી સાસરે આવવાનાં.(2)

ભાભીના દેર ગયા છે દિલ્લી,
દિલ્લીથી લાવ્યા મટીરીયલ,
                     મટીરીયલને ફરતે મોતી,
                     તું તો આવજે રોતી રોતી.
                     ભાભી સાસરે આવવાનાં.(2)

રના ઉપર રના રનાના નંબર દો,
                     ભાભી સાસરે આવવાનાં (2)