રીંગણા વધારશે બટેટા વધારશે,
બુદ્ધી હોય તો દુધી
લાવી દેજો.
જીજાજી મારી બેનીને
કાંઈ ન કેશો.
એક ચોટલો વાળશે બે ચોટલા વાળશે,
અક્કલ હોય તો બકલ લાવી
દેજો.
જીજાજી મારી બેનીને
કાંઈ ન કેશો.
હેલે પાણી ભરશે બેડે
પાણી ભરશે,
ધડો હોય તો ઘડો લાવી દેજો.
જીજાજી મારી બેનીને કાંઈ ન કેશો.