હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?
કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે,
કોઈ કહે નંદ નો કિશોર, ક્યા નામે લખવી કંકોત્રી ?
મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવિંદ,
દ્વારિકામાં રાય રણછોડ, ક્યા નામે લખવી કંકોત્રી ?
નરસિહ મહેતાનો સ્વામી શામળિયો,
મીરાનો ગિરધર ગોપાલ, ક્યા નામે લખવી કંકોત્રી ?
ભાણો નાથ કહે એના નામો હજાર છે.
અંતે તું એકનો એક, ક્યા નામે લખવી કંકોત્રી ?
હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?