મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

આંગણે આસોપાલવના ઝાડ


આંગણે આસોપાલવના ઝાડ,
              કે બગલા બેસી ગયા રે લોલ.

બગલા ઉડી ગયા આકાશ,
              કે પગલા છપાઈ ગયા રે લોલ.

દાદાએ જોયા ન જોયા પરદેશ,
              કે દીકરી દઈ દીધી રે લોલ.

દીકરી એવા ન કર અફસોસ,
              કે લેખ તારા લઇ ગયા રે લોલ.

કાકાએ જોયા ન જોયા પરદેશ,
              કે ભત્રીજી દઈ દીધી રે લોલ.

ભત્રીજી એવા ન કર અફસોસ,
              કે લેખ તારા લઇ ગયા રે લોલ.

મામાએ જોયા ન જોયા પરદેશ,
              કે ભાણેજ દઈ દીધી રે લોલ.

ભાણેજ એવા ન કર અફસોસ,
              કે લેખ તારા લઇ ગયા રે લોલ.

આંગણે આસોપાલવના ઝાડ,
              કે બગલા બેસી ગયા રે લોલ.

બગલા ઉડી ગયા આકાશ,
              કે પગલા છપાઈ ગયા રે લોલ.