ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

નાણાવટી રે સાજન બેઠું માંડવે


લાખોપતિ સાજન બેઠું માંડવે,
નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા ભરી સભાના રાજા,
         એવા રાહુલભાઈના દાદા.

લાખોપતિ સાજન બેઠું માંડવે,
નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા નાયલોન માયલા તાકા,
         એવા રાહુલભાઈના કાકા.

લાખોપતિ સાજન બેઠું માંડવે,
નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા સરોવર પાળે આંબા,
         એવા રાહુલભાઈના મામા.

લાખોપતિ સાજન બેઠું માંડવે,
નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા હાર માયલા હીરા,
         એવા રાહુલભાઈના વીરા.

લાખોપતિ સાજન બેઠું માંડવે,
નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવી ગુલાબની વેણી,
         એવી રાહુલભાઈની બેની.

લાખોપતિ સાજન બેઠું માંડવે,
નાણાવટી રે સાજન બેઠું માંડવે.