વનરાતે વનમાં મીંઢોળ
ઝાઝા,
મીંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા.
હું તમ પુછું વીરા રે
કરનભાઈ
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
દાદા અનિલભાઈ માતા ગીતાબેન,
આવડા તે લાડ અમને એણે લડાવ્યા. -વનરાતેo
હું તમ પુછું વીરા રે
કરનભાઈ
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
કાકા મહેશભાઈ ને કાકી
મનીષાબેન,
આવડા તે લાડ અમને એણે લડાવ્યા. -વનરાતેo
હું તમ પુછું વીરા રે
કરનભાઈ
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
મામા જયેશભાઈ ને મામી
મધુબેન,
આવડા તે લાડ અમને એણે લડાવ્યા. -વનરાતેo
હું તમ પુછું વીરા રે
કરનભાઈ
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
વીરા મયુરભાઈ ને ભાભી
મિતલ વહુ,
આવડા તે લાડ અમને એણે લડાવ્યા. -વનરાતેo