શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં

બોલમાં બોલમાં બોલમાં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.

સાકાર શેરડીનો સ્વાદ તજીને
કડવો તે લીમડો ઘોળ માં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.

ચાંદા સુરજનું તેજ તજીને
આગિયા સંગાથે પ્રીત જોડ માં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.

હીરા માણેક ઝવેર તજીને
કથીર સંગાથે જોળ માં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.

મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
શરીર આપ્યું સમતોલમાં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.

બોલમાં બોલમાં બોલમાં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.