કાંકરિયું ના લાગે બાબા ભીમને.
કંકુ એ રંગાશે ભીમાંમાનો લાડલો.
સૈયર મોરી સમૈયામાં સૌ આવજો (2)
ફૂલડેથી વધાવું બાબા ભીમને.
- સૈયર મોરી
સૈયર મોરી દળણા દળાવીને રાખજો (2)
એવા કરવા રે ભોજન બાબા ભીમને.
- સૈયર મોરી
સૈયર મોરી યુગપુરુષ દિન રાખજો (2)
ચરણે આવી શીશ એને નમાવજો.
-સૈયર મોરી