અંબેમાની ચુંદડી ચુંદડી રે રૂડી ચુંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે આભલા રે રૂડા આભલા રે
રૂડી ચુંદડી લહેરાય.
અંબેમાની ચુંદડી ચુંદડી રે રૂડી ચુંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે તારલા રે રૂડા તારલા રે
રૂડી ચુંદડી લહેરાય.
અંબેમાની ચુંદડી ચુંદડી રે રૂડી ચુંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હિરલા રે રૂડા હિરલા રે
રૂડી ચુંદડી લહેરાય.