મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

પાવાગઢ પર માડી તારા બેસણા


પાવાગઢ પર માડી તારા બેસણા,નીચું છે કોઈ ચાંપાનેર ગામ રે,
મહાકાળી માતા રૂડો લાગે દેવી તારો ડુંગરો.
રૂડા ચાંપાનેરના ચોવટા,(2) એથી રૂડું દુધિયું તળાવ રે.
                                                મહાકાળી માતાo
ટહુકે કોયલને ટહુકે મોરલા,()
ડુંગરના ગાળે ડણકુ દેતા સિંહ રે.
                                                મહાકાળી માતાo
નોબતું વાગે નગારા ધમધમ,()
ધ્રીબાંગ ધ્રીબાંગ વાગે રૂડા ઢોલ રે.
                                                મહાકાળી માતાo
ધૂપ ને ધુવાડે ભુવા ધુણતા,()
ગુણલા તારા નટુદાન ગાય રે.
                                                મહાકાળી માતાo