રવિવાર, 28 ઑગસ્ટ, 2011

સાથિયા પુરાવો રાજ


સાથિયા પુરાવો રાજ,તોરણીયા બંધાવો રાજ,
આજ મારે આંગણે અવસર છે આનંદનો (2)

ગોરા ગોરા ગાલ બેનીના લાલ ગુલાબી હોઠ છે,
વાંકળિયા છે વાળ બેનીના સેંથીમાં સિંદુર છે.(2)
અણિયાળી આંખોમાં બેની આંસુડાની ધાર છે.

દાદા છોડવા જોશે આજ માતા છોડવા જોશે આજ,
આજ મારે આંગણે અવસર છે આનંદનો (2)
                                         સાથિયા પુરાવોo
વીરા છોડવા જોશે આજ ભાભી છોડવા જોશે આજ,
આજ મારે આંગણે અવસર છે આનંદનો (2)
                                         સાથિયા પુરાવોo