રવિવાર, 28 ઑગસ્ટ, 2011

મારા વીરાને ખબર નો’તી


વાદળમાં વરસ્યા મોતી,મારા વીરાને ખબર નો’તી આ ગામડાની ગોતી.
         મારા ફઈને ખબર હતી મારા ફુવાને ખબર હતી
         મારા વીરાને ખબર નો’તી.

વાદળમાં વરસ્યા મોતી,મારા વીરાને ખબર નો’તી આ ગામડાની ગોતી.
         મારા કાકીને ખબર હતી મારા કાકાને ખબર હતી
         મારા વીરાને ખબર નો’તી.

વાદળમાં વરસ્યા મોતી,મારા વીરાને ખબર નો’તી આ ગામડાની ગોતી.
        મારા મામીને ખબર હતી મારા મામાને ખબર હતી
        મારા વીરાને ખબર નો’તી.

વાદળમાં વરસ્યા મોતી,મારા વીરાને ખબર નો’તી આ ગામડાની ગોતી.
        મારા માસીને ખબર હતી મારા માસાને ખબર હતી
        મારા વીરાને ખબર નો’તી.