તારો રે ભરોસો મને ભારી,
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
લીલી ને પીળી તારી ધજાઓ ફરુકે
દાતાર ધોળી રે ધજા પર જાઉં વારી
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
દેશ અને પરદેશથી તારી માનતાઉ આવે
દાતાર નમણું કરે નર ને નારી
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
ઉંચો છે ગરવો દાતાર નીચે જમીપલશા
દાતાર વચમાં ભવદેર ભારી
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
અસંખ્ય પ્રકારની વનસ્પતિ વિરાજે દાતાર
ફોરમું દયે છે ફૂલવાડી
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
તારો રે ભરોસો મને ભારી,
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.