રવિવાર, 28 ઑગસ્ટ, 2011

પાવા તે ગઢમાં સંતાકુકડી રમીએ



પાવા તે ગઢમાં સંતાકુકડી રમીએ (2)
પેલો તે દાવ માડી અંબેમા ને દઈએ, અંબેમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા આરાસુરધામમાં, આરાસુરમાં અંબેમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
બીજો તે દાવ માડી ચામુંડમા ને દઈએ, ચામુંડમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા ચોટીલા ધામમાં, ચોટીલામાં ચામુંડમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
ત્રીજો તે દાવ માડી ખોડલમા ને દઈએ, ખોડલમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા રાજપરાધામમાં, રાજપરામાં ખોડલમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
ચોથો તે દાવ માડી રાંદલમા ને દઈએ, રાંદલમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા દડવાધામમાં, દડવામાં રાંદલમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
પાંચમો તે દાવ માડી કાળકામા ને દઈએ, કાળકામા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા પાવાગઢધામમાં, પાવાગઢમાં કાળકામાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં