સાત સાત બેનુમાં નાના ખોડીયાર,
સૌથી નાના સૌથી મોટા રહેજો મા ખોડીયાર,
લીલી ધજામાં તારી સ્થાપના.
આંધળા આવે મા તારે ચરણે,
આંધળાને આંખો દેતા જાવ રે મા ખોડીયાર,
લીલી ધજામાં તારી સ્થાપના.
પાંગળા આવે મા તારે ચરણે,
પાંગળાને પગ દેતા જાવ રે મા ખોડીયાર,
લીલી ધજામાં તારી સ્થાપના.
નિર્ધન આવે મા તારે ચરણે,
નિર્ધનને ધન દેતા જાવ રે મા ખોડીયાર,
લીલી ધજામાં તારી સ્થાપના.
વાંઝિયા આવે મા તારે ચરણે,
વાંઝિયાને પુત્ર દેતા જાવ રે મા ખોડીયાર,
લીલી ધજામાં તારી સ્થાપના.
સાત સાત બેનુમાં નાના ખોડીયાર,
સૌથી નાના સૌથી મોટા રહેજો મા ખોડીયાર,
લીલી ધજામાં તારી સ્થાપના.