શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011

અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે


અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે,
દર્શન આપો દુખડા કાપો, દડવાવાળી માત રે,
સુખ અંતરમાં વાસ કરોને, દડવાવાળી માત રે,
અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે.

ચરણ કમળમાં શીષ નમાવું, દડવાવાળી માત રે,
દયા કરીને ભક્તિ દેજો, દડવાવાળી માત રે,
તારે ભરોષે જીવન નૈયા હાંકી રહ્યો, દડવાવાળી માત રે,
અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે.

બની સુકાની પાર ઉતારો, દડવાવાળી માત રે,
આશિષ દેજો ઉરમાં રેજો, દડવાવાળી માત રે,
અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે.